શેરબજારમાં સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સ 173.21 અંક વધી 39137.05 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 46.85 અંક વધી 11,635.20 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઈન્ફોસિસના શેરમાં મંગળવારના ભારે ઘટાડા બાદ આજે 1.32 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે 652 રૂપિયાપર કારોબાર કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આઈટી કંપની ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખ અને સીએફઓ નિલાંજન રોય પર ઘણાં ગોટાળાનો આરોપ લાગ્યા છે.
ટીસીએસના શેરમાં 1% તેજી
સેન્સેક્સના 30માંથી 17 અને નિફ્ટીના 50માંથી 23 શેરમાં વધારો જોવા મળ્યો છે. એચસીએલ ટેકના શેરમાં 3 ટકા ઉછાળો આવ્યો છે. બજાજ ફાઈનાન્સ અને સન ફાર્મામાં 1-1 ટકા તેજી આવી છે. ટીસીએસના શેર પણ 1 ટકા વધ્યા છે. આઈટીસી. ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ અને એક્સિસ બેન્કમાં 0.5%થી 0.8% સુધીનો વધારો નોંધાયો છે.
ટાટા મોટર્સના શેરમાં 2% ઘટાડો
ઈન્ફોસિસના શેર શરૂઆતી કારોબારમાં 4% ઘટ્યા. યસ બેન્કમાં પણ આટલો જ ઘટાડો નોંધાયો છે. અદાણી પોર્ટ્સ 2.9% ઘટ્યો. ટાટા મોટર્સમાં 2.2% નુકસાન જોવા મળ્યું.
આરબીએલ બેન્કનો શેર 10% ઘટ્યો
બીએસઈ પર શેર 9.99 ટકા ઘટી 258.25 રૂપિયાની લોઅર લિમિટે સુધી પહોંચી ગયો. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકના પરિણામ ખરાબ રહેવાને કારણે શેરમાં ઘટાડો આવ્યો છે. બેન્કનો નફો વાર્ષિક આધાર પર 73.4% ઘટીને 54.3 કરોડ રૂપિયા રહ્યો હતો.