કોરોનાથી બચવા માટે કપલે સેક્સ કરવાથી જ બચવું જોઈએ. કારણ કે સેક્સ કરવાથી પણ કેટલીક હદ સુધી કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ વધી શકે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના રિસચર્સે કહ્યું છે કે કપલે કિસ કરવાથી બચવું જોઈએ અને સેક્સ દરમિયાન દરેક સમયે માસ્ક પહેરી રાખવું જોઈએ.
હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચર્સે કહ્યું છે કે, ઘરની બહાર રહેતી વ્યક્તિની સાથે સેક્સ કોરોના સંક્રમણ માટે હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે. રિસર્ચર્સે પોતાના અભ્યાસમાં માન્યું છે કે, લોકો માટે સેક્સથી સંપૂર્ણરીતે દૂરી બનાવવી સંભવ નહીં બનશેઆ ઉપરાંત, સેક્સ કર્યા બાદ કપલને નહાવાની પણ સલાહ આપવામાં આવી છે. આથી તેમણે થોડી સાવધાની રાખવી જોઈએ. આ સ્ટડીને Annals of Internal Medicineમાં પ્રકાશિત કરવામાં આવી છે.
આ ઉપરાંત, ઘણા સંશોધકોએ હાલના કોરોનાના સમયમાં નવા લોકો સાથે શારીરિક સંબંધ બનાવવાથી બચવાની પણ સલાહ આપી છે. કારણ કે તેનાથી તમને કોરોના થવાનું જોખમ વધવાની સંભાવના રહેલી છે. કેટલાક લોકોમાં કોરોના વાયરસના લક્ષણ ઉપરથી દેખાતા નથી. હાલમાં જ ચીનમાં એવા ઘણા મામલા જોવા મળ્યા છે, જેમનામાં કોરોના વાયરસના કોઈ લક્ષણ ના દેખાવા છતા તેઓ સંક્રમિત મળી આવ્યા હતા. જો તમને લાગતું હોય કે તમે સંપૂર્ણરીતે ફિટ છો, તો પણ તમે આ બીમારીને અન્યો સુધી પહોંચાડી શકો છો. ક્લોઝ કોન્ટેક્ટ અને કિસ કરવાથી પણ કોરાના વાયરસ અન્ય લોકો સુધી પહોંચી શકે છે.