અમેરિકાએ દાવો કર્યો છે કે ચીને ન માત્ર સંક્રમણ સામે ખોટી રીતે કામગીરી કરી પરંતુ તેની જાણકારી પણ છૂપાવી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેલે મેકએનાનીએ શુક્રવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન સામે નારાજગી અંગેના સવાલ પર આ વાત કહી. તેમણે કહ્યું કે હું રાષ્ટ્રપતિની ચીન સાથે નારાજગી અંગે સહમત છું. એ વાત કોઇથી છૂપાયેલી નથી કે ચીને જે રીતે આ મહામારી સામે કાર્યવાહી કરી તે ખોટી હતી. શાંઘાઇના એક પ્રોફેસરે જ્યાં સુધી વાયરસના જેનેટિક સિક્વન્સનો ખુલાસો ન કર્યો ત્યાં સુધી ચીને તેના વિશે જણાવ્યું નહીં. આ ખુલાસાના એક દિવસ બાદ જ ચીને લેબ બંધ કરી દીધી જેથી પ્રોફેસરના નિવેદનોને બદલી શકાય. મેકએનાનીએ કહ્યું કે ચીને આ સંક્રમણ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે તેની જાણકારી મોડી આપી. તેણે WHOને તેના વિશે જાણકારી આપી નહીં. તે સિવાય સંક્રમણ વિશે માહિતી મેળવવા માટે યોગ્ય સમયે અમેરિકાના નિષ્ણાંતોને ત્યાં જવા માટે મંજૂરી આપી નહીં. આ કારણે જ અમે ચીનતી નાખુશ છીએ.