Share Market : બુધવારે સ્થાનિક શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો. બુધવારે BSE સેન્સેક્સ 1,100 પોઈન્ટ ઘટીને 73,000ની નીચે આવી ગયો હતો, જ્યારે NSE નિફ્ટી પણ 22,000ની નીચે આવી ગયો હતો. શેરબજારના સ્મોલ કેપ ઈન્ડેક્સની હાલત સૌથી ખરાબ હતી. સ્મોલકેપ શેરોએ ડિસેમ્બર 2022 પછીનો તેમનો સૌથી મોટો ઘટાડો નોંધ્યો હતો અને તે 5% જેટલો લપસ્યો હતો. મિડકેપ શેરમાં 3%નો ઘટાડો નોંધાયો હતો.
માઈક્રોકેપ અને એસએમઈ સ્ટોક ઈન્ડેક્સ લગભગ 5% ઘટ્યા છે. બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, BSE પર લિસ્ટેડ તમામ શેરોની માર્કેટ મૂડી રૂ. 12 લાખ કરોડ ઘટીને રૂ. 374 લાખ કરોડ થઈ હતી.