ભુજ તાલુકાના ખાવડા, બન્ની,પચ્છમનો વિસ્તાર પાણી સમસ્યાનો સામનો કરે છે અહીં વરસાદી પાણીના સ્ત્રોત અને બોરના પાણી જ મુખ્ય સ્ત્રોત છે ઉપરાંત મોટી સંખ્યામાં પશુધન અહીં આવેલું છે ત્યારે પાણી જરૂરી બને છે પાણીની ફરિયાદો સામે આવતા ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી બન્ની પચ્છમના વિસ્તારોમાં પશુઓના અવાડા ખાલીખમ જોવા મલ્યા હતા જેથી ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવ્યું છે મંત્રી કુંવરજી બાવલિયા કચ્છની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા તેઓને પણ પાણી મુદ્દે રજુઆત કરાઈ છે ભુજના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા પૂર્વવત કરી ટેન્કર માંરફતે પાણી પહોંચાડી આયોજનની કામગીરી માટે પાણી પુરવઠા વિભાગને પણ સૂચના અપાઈ છે