સિદ્ધાર્થ શુક્લા બિગ બૉસ 13માં ઘરમાં સૌથી વધુ પોપ્યુલર છે. તેનો એગ્રેસિવ નેચર લોકોને પસંદ આવી રહ્યો છે. ઘની અંદર તે દરેક કન્ટેસ્ટન્ટના નિશાને છે. શૉમાં સૌથી વધુ રશ્મિ દેસાઇ સાથે તેના ઝગડા થાય છે. બંને એકબીજાની સામે જોવા પણ તૈયાર નથી. બંને વચ્ચેની આ ખટપટ ઘણાં વર્ષોથી છે. શૉ દિલ સે દિલ તકમાં સિદ્ધાર્થ અને રશ્મિએ સાથે કામ કર્યુ હતુ. આ દરમિયાન બંને વચ્ચે ઘણાં ઇશ્યુ થયાં હતા. હવે જાણવા મળી રહ્યું છે કે સિદ્ધાર્થ સેટ પર ડ્રગ્સ લેતો હતો. એક અહેવાલ અનુસાર, શૉ દિલ સે દિલ તકના સેટ પર સિદ્ધાર્થ શુક્લા ડ્રગ્સ લેતો હતો. આ જ કારણે તે વધુ અગ્રેસિવ થઇ જતો હતો. એક અહેવાલ અનુસાર, સિદ્ધાર્થ શુક્લા શૉના સેટ પર ડ્રગ્સ લેતાં હતા, જેના કારણે તે ઘણો અગ્રેસિવ થઇ જતો હતો. અને આ જ કારણે તેનો કો-સ્ટાર્સ સાથે ઝગડો થઇ જતો હતો. એવી પણ ખબરો છે કે સિદ્ધાર્થના સેટ પર ફિઝિકલ લડાઇ થઇ છે.
સેટ પર સૌથી વધુ તેની રશ્મિ સાથે લડાઇ થાય છે. બંને વચ્ચે ખટપટ થયાં જ રાખતી હતી. આ જ કારણે શુટિંગમાં પણ પરેશાની થતી હતી. કો-સ્ટાર્સ સિદ્ધાર્થની ફરિયાદ પણ કરતાં હતાં અને એ જ કારણ છે કે તેને શૉ છોડવાનું કહેવામાં આવ્યું છે. હવે તે વાતમાં કેટલી હકીકત છે કે તે તો સમય આવ્યે જ ખબર પડશે. જણાવી દઇએ કે બિગ બૉસના ઘરમાં સિદ્ધાર્થે રશ્મિને કહ્યું હતું કે મે તારા પર ઘણાં અહેસાન કર્યા છે. પછીથી ખબર આવી હતી કે સિદ્ધાર્થે એવું એટલા માટે કહ્યું હતું કારણ કે શૉ દિલ સે દિલ તકના મેકર્સ રશ્મિને શૉમાંથી બહાર કાઢવા માંગતા હતા પરંતુ સિદ્ધાર્થે રશ્મિ માટે ત્યાગ કર્યો અને શૉ છોડી દીધો. આવું એટલા માટે થયું હતું કારણ કે શૉ દરમિયાન રશ્મિ અને સિદ્ધાર્થ વચ્ચે તણાવ વધી ગયો હતો. બંનેએ મેકર્સ સાથે વાત કરી હતી કે તેઓ સાથે કામ નહી કરી શકે. સિદ્ધાર્થનું પાત્ર શૉને ટીઆરપી આપતુ હતું તેથી મેકર્સે રશ્મિને કાઢવાનું વિચાર્યુ. પરંતુ સિદ્ધાર્થે કહ્યું હતું કે આ શૉને જો કોઇએ છોડવો પડશે તો તે શખ્સ હું છુ અને રશ્મિ ઇચ્છે તો આ શૉ સાથે રહી શકે છે. સિદ્ધાર્થે તે પછી શૉ છોડી દીધો હતો અને તેમણે રશ્મિ માટે આ ત્યાગ કર્યો હતો.