ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને કિદામ્બી શ્રીકાંતે બુધવારે જાકાતાર્માં બીડબલ્યુઍફ વર્લ્ડ ટૂર સુપર 100 ટુર્નામેન્ટ ઇન્ડોનેશિયા ઓપનના પહેલા રાઉન્ડમાં વિપરીત અંદાજમાં જીત મેળવી હતી. બીડબલ્યુઍફના વ્યસ્ત કાર્યક્રમોમાંથી ઍક મહિનાના બ્રેક પછી કોર્ટ પર ઉતરેલા સિંધુ અને શ્રીકાંતે પહેલા રાઉન્ડમાં જાપાનના ખેલાડીઓને હરાવ્યા હતા.
સિંધુઍ અયા ઓહોરી સામે મજબૂત સંઘર્ષ કરીને 11-21, 21-15, 21-15થી જીત મેળવી હતી. જ્યારે શ્રીકાંતે કેન્તા નિશિમોતોને માત્ર 38 મિનીટમાં જ 21-14, 21-13થી હરાવી દીધો હતો. ઓહોરી સામે સિંધુની આ સતત 7મી જીત રહી હતી. જ્યારે શ્રીકાંતે નિશિમોતો સામે આ પાંચમો વિજય મેળવ્યો હતો. વિશ્વની પાંચમી ક્રમાંકિત સિંધૂ બીજા રાઉન્ડના મુકાબલામાં ડેનમાર્કની મિયા બ્લિકફેલ્ટ અને હોંગકોંગની યિપ પુઇ યિન વચ્ચે રમાનારી મેચની વિજેતા ખેલાડી સામે ટકરાશે. ભારતનો અન્ય ઍક ખેલાડી બી સાઇ પ્રણીત હોંગકોંગના વોંગ વિંગ કી વિન્સેન્ટ સામે 15-21, 21-13, 10-21થી હારી ગયો હતો.