ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક સાપે બાળકને ડંખ માર્યા બાદ સાપનું જ મોત થઇ ગયું છે. જો કે તે બાદ બાળકનું પણ મોત થઇ ગયું પરંતુ બાળક પહેલાં સાપનું મોત નિપજ્યું.
મુરંગાબાદ શાહપુર પોલીસસ્ટેશન ક્ષેત્ર ના બડાગાંવમાં મંગળવારે સાંજે સર્પદંશથી બાળકનું મોત નિપજ્યું છે. ડંખ માર્યા બાદ પહેલાં સાપનું મોત થયું અને બે કલાકની સારવાર બાદ બાળકે પણ દમ તોડી દીધો.
મંગળવારની સાંજે બડાગાંવ નિવાસ કમલેશ મૌર્યનો પુત્ર અંશ મૌર્ય (8) ઘરની બહાર રમી રહ્યો હતો. તે દરમિયાન એક સાપે તેને ડંખ માર્યો. બાળકને ડંખ માર્યા બાદ તરત જ સાપનું મોત થઇ ગયું.
બાળકની તબિયત લથડતાં પરિવારજનો તેને તાત્કાલિક પ્રાથમિક કેન્દ્ર લઇ ગયાં. હાલતમાં સુધાર ન આવતાં પરિવારજનો મછલીશહેરના એક ખાનગી ચિકિત્સાલય લઇ ગયાં જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી દીધો.