ગુજરાતની ચૂંટણીમાં બન્ને પક્ષો, ભાજપ અને કોંગ્રેસ બહુમતીથી ઓછા દાવા કરવા તૈયાર નથી. ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ માટે અા ચૂંટણી ખુબજ મહત્વપૂર્ણ છે.ભાજપ પાસે પ્રધાનમંત્રી મોદી છે. ભાજપને વિશ્વાસ છે કે 22 વર્ષથી ભાજપ જે રીતે સત્તા પર અારૂઢ છે તે સિલસિલો અા વખતે પણ યથાવત રહેશે.લોકોનો વિશ્વાસ ભાજપ પર કાયમ રહેશે.
તો કોંગ્રેસને અાશા છે કે અા વખતે જનતાનો વિશ્વાસ થોડો વધી રહ્યો છે. મોંઘવારી, નોટબંધી,જીએસટી જેવા મુદાઓ અા વખતે ભાજપની વિરૂદ્ધ જાય તો નવાઈ નહી.અા વખતે ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસે કોઈ કસર છોડી નથી, મંદિરોની મુલાકાત અને લોકોની વચ્ચે ફરીને રાહુલે લોકપ્રિયતા મેળવી છે તેમા કોઈ શંકા નથી.રાહુલના ગુજરાત પ્રવાસમાં ભાજપ વિરોધી વંટોળ ઉભો થઈ રહ્યો હતો જે સ્પષ્ટ દેખાતું હતું.
પાટીદાર અાંદોલન જ નહી, અાર્થિક વિકાસ અને રાજ્યની શાસન વ્યવસ્થાને લઈને લોકો ભડકેલા છે, અામ જોવા જઈએ તો છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપ પ્રત્યે લોકોનો ગુસ્સો દેખાઈ રહ્યો છે.જો કે ભાજપ સામે કોઈ વિકલ્પ ન હોવાથી મતદારો શું કરે પણ અા વખતે ચૂંટણી કંઈક અલગ જ છે. અા વખતે લોકોનો ગુસ્સો વ્યક્તિગત છે.
અા વખતે ભાજપ પણ કોંગ્રેસ કરતા વધુ જનતાનો ભડકેલો ગુસ્સો જોઈ ચિંતિત છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.