કોંગ્રેસની કમાન રાહુલ ગાંંધીને સોંપીને સોનિયા ગાંધીએ રાજકારણમાંથી નિવૃતી લીધી છે. પણ આ વાતથી સૌથી વધુ નિરાશ રાયબરેલી છે. સોનિયાની નિવૃતિની જાહેરાતથી કોંગ્રેસ પદાધિકારીઓથી લઇને કાર્યકર્તાઓ સુધીના નિરાશ છે. તેેઓ ઇચ્છે છે કે રાયબરેલી સાથે ગાંઘી પરિવારનો સંબંધ ગાઢ છે. તેથી કોંગ્રેસ અધ્યક્ષની કમાન સંભાળનારા રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીને 2019ની ચૂંટણીમાં અહીંથી મેદાનમાં ઉતારવામાં આવે
સોનિયાની નિવૃતીની જાહેરાતથી સંસદની ગલીઓ કરતાં રાયબરેલીના રસ્તા પર પ્રતિનિધિત્વના સવાલ પર ચર્ચા થવા લાગી છેે. રાયબરેલી સાથે ગાંધી પરિવારનો રાજકીય સંબંધતો છે જ આ સાથે લોકોનો ભાવાત્મક સંબંધ પણ જોડાયેલો છે. સોનિયા ગાંધીની નિવૃતિની જાહેરાત સાથે સાથે ચાની કીટલીઓ પર ચર્ચા છે કે શું આાગામી લોકસભા ચૂંટણીમાં રાહુલ તેમનો વારસો સંભાળશે.
રાયબરેલીમાં કોંગ્રેસનું ગાંધી પરિવારને લીધે અસ્તિત્વ જળવાઇ રહ્યુ છે જ્યારે પણ આ પરિવારે અહીં ચહેરા બદલી બીજા નેતાઓ મેદાનમાં ઉતાર્યા તો નુકશાન ઉઠાવવુ પડે છેે.