કૃષિ કાયદાને પાછો લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 મિનિટના સંબોધનમાં 1430 શબ્દ કહ્યા હતા. કાયદો પરત લેવાની જાહેરાત પહેલાંની ભૂમિકા બાંધવામાં 1067 શબ્દ, જાહેરાત કરવામાં 19 અને જાહેરાતનું કારણ જણાવવામાં 277 શબ્દ કહ્યા હતા.સૌથી પહેલા એ 86 શબ્દો જાણો, જે પીએમ મોદીએ 59 સેકન્ડમાં કહ્યા હતા
”સાથીઓ, હું દેશના લોકોની ક્ષમાં માગું છું. સાચા મન અને પવિત્ર હૃદયથી કહેવા માગું છું કે કદાચ અમારી તપસ્યામાં જ કોઈ ખામી રહી ગઈ હોય, જેને કારણે દીવાના પ્રકાશ જેવું સત્ય ખેડૂત ભાઈઓને અમે સમજાવી ના શક્યા. આજે ગુરુનાનક દેવજીનું પ્રકાશપર્વ છે. આ સમય કોઈને પણ દોષ આપવાનો નથી. આજે હું તમને અને આખા દેશને જણાવવા આવ્યો છું કે અમે ત્રણેય કૃષિ કાયદા પરત લેવાનો કરવાનો નિર્ણય કર્યો છે.”
તેમણે માફી માગી, સાચા મન, પવિત્ર હૃદય, તપસ્યામાં કોઈ કમી રહી ગઈ હોય અને આ સમય કોઈને દોષ આપવાનો નથી, એવું કહીને મોદીએ 19 શબ્દ કહ્યા, હું એ કહેવા આવ્યો છું કે અમે ત્રણેય કૃષિ કાયદા પરત લેવાનો કરવાનો નિર્ણય કર્યો છે.ભૂમિકા જુઓ, તેમના 50 વર્ષના જાહેર જીવનની વાત કહીને 41 વાર ખેડૂત-ખેડૂત કહ્યુંઆ પહેલીવાર એવું હતું કે પીએમ મોદી કોઈ સરકારી નિર્ણયને પરત લેવાની જાહેરાત કરી રહ્યા હતા અને આ પ્રમાણેના શબ્દોનો ઉપયોગ કરતા હતા.પીએમ મોદીએ તેમના ભાષણમાં જે શબ્દોનો વધારે વખત ઉપયોગ કર્યો છે વડાપ્રધાન વારંવાર ‘ખેડૂત’ શબ્દનો ઉપયોગ કરતા હતા. તેમણે કહ્યું, મારા પાંચ દાયકાના જાહેર જીવનમાં મેં ખેડૂતોની મુશ્કેલીઓ, તેમના પડકારોને ખૂબ નજીકથી જોયા છે. અનુભવ્યા છે, તેથી જ્યારે દેશે મને 2014માં વડાપ્રધાનપદે સેવા કરવાનો મોકો આપ્યો તો અમે કૃષિ વિકાસ, ખેડૂત કલ્યાણને સૌથી વધારે પ્રાથમિકતા આપી.
કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કર્યા પછી પીએમ મોદી જે શબ્દો બોલ્યા એમાં તેમણે માત્ર એકવાર આંદોલનરત્ન ખેડૂત સાથીઓનો ઉલ્લેખ કર્યો હતો. આ સંબોધનમાં તેમણે આંદોલન શબ્દનો એકપણ વાર ઉપયોગ કર્યો નથી.
પરંતુ તેમણે ખેડૂતોને એક વિનંતી કરી કે હું આજે મારા દરેક આંદોલનરત્ન ખેડૂત સાથીઓને આગ્રહ કરું છું કે આજે ગુરુપર્વનો પવિત્ર દિવસ છે. હવે તમે તમારા ઘરે પરત ફરો, તમારાં ખેતરોમાં અને તમારા પરિવારોમાં પાછા વળો.