[highlight]રાજકારણ માં કૂદવા નવા નિશાળિયાઓ માં મચી કૂદાકૂદ. [/highlight]
રાજકારણ માં કૂદવા નવા નિશાળિયાઓ માં મચી કૂદાકૂદ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને રોજ નવા નવા ખેલ ચાલુ થઈ ગયા છે ,પુર ની દારુણ સ્થિતિ વચ્ચે પણ હાલ માં રાજકારણ ના વરવા ઉથલ પાથલ ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત માં ભાજપ 150 બેઠકો ઉપર કબ્જા ની વાત કરી રહ્યું છે તેવે સમયે દક્ષીણ ગુજરાત ના વલસાડ માં પણ દાવેદારો એ પોતાનો નંબર લગાડવા અંદરખાને લોબિંગ શરૂ કરી દીધું છે,હાલ માં અહીં ખાસ કરીને ભાજપ માં જુના દાવેદારો ને બદલે નવા ચહેરા ને સ્થાન અપાય તેવી વાતો ચર્ચા ના એરણ પર રહી છે,અહીં અત્રે નોંધનીય રહેશે કે વિધાનસભા ની કુલ પાંચ બેઠકો પૈકી ઉમરગામ,પારડી અને વલસાડ ઉપર ભાજપ નું જબરજસ્ત વર્ચસ્વ છે જ્યારે ધરમ પુર અને કપરાડા કોંગ્રેસ ના હાથ માં છે,જોકે ભાજપ હવે બાકી રહેતી આ બંને બેઠકો સર કરવા માટે અંદર ખાને કાઉન્ટડાઉન શરૂ કર્યું છે અને બદલાયેલા માહોલ નો ફાયદો ઉઠાવવા લોબિંગ હાથ ધર્યુ છે. વલસાડ જિલ્લા ની મુલાકાતે આવેલા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી એ જિલ્લા ની પાંચેય બેઠકો મામલે ઝીણવટ ભર્યા રીવ્યુ લઈને રવાના થયા હતા અને આગામી રણનીતિ નક્કી કરવા પ્રયત્નો હાથ ધર્યા છે જોકે, આ વાત ઉપરના લેવલ ની થઈ પરંતુ અહીં આ વખતે ઉમેદવારી મુદ્દે મડાગાંઠ સર્જાય તેવુ વાતાવરણ ઉભું થઈ રહ્યું છે, અગાઉ દોલત કાકા એ જે માહોલ ક્રિએટ કર્યો હતો તેવું હાલ માં જણાતું નથી પરિણામ સ્વરૂપ સંભવિત ઉમેદવારો ગણાતા ભરત પટેલ, કમલેશભાઈ,આનંદ પટેલ,તા.પ.પ્રમુખ પ્રવીણ પટેલ,પીડી પટેલ વગેરે અત્યારસુધી ગણાતા હતા પરંતુ થોડો માહોલ ચેન્જ થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે અને નો મહિલા અનામત આવેતો સૌથી પહેલું નામ સોનલબેન સોલંકી નું છે ત્યારબાદ ના જે નામો છે તેમા જી.પ.ના ઉપ પ્રમુખ દર્શનાબેન પટેલ,પ્રવીણા બેન પટેલ,સિતાબેન નાયક ના નામો હરોળ માં છે,બીજી તરફ કોંગ્રેસ માં ધર્મેશ પટેલ,નરેન્દ્ર ટંડેલ જુના નામો સામે કોઈ નવા નામો ડિકલેર થવા ની શક્યતા રહેલી છે.કોંગ્રેસ નું રાજ્ય લેવલે જે રીતે ચૂંટણી અગાઉ ભવાઈ સર્જાઈ છે તેની ઇફેક્ટ અહીં પણ થાય તેવો માહોલ છે. વીતેલા વર્ષો ની વાત કરવામાં આવેતો ગત વિધાનસભા માં અને જી.પ ,તા.પ. ની ચૂંટણીઓ માં ભાજપે શાનદાર દેખાવ કર્યો હતો તે જોતા જો અંદરો અંદર ડખ્ખા નહીં થાય તો કોંગ્રેસ માટે અહીં વધું મહેનત કરવી પડે તેવી સ્થિતિ છે અને ભાજપ માં પણ અગ્રણીઓ સામે ઉઠેલીઆંગળીઓ મામલે પ્રદેશ ભાજપ નોંધ લે તે પણ જરૂરી છે ત્યારે હવે પછી ની ગતિવિધિઓ સામે સૌની નજર મંડાણી છે.