હાલ કોરોના અને લોક ડાઉન ના બહાના કાઢી કેટલીય જગ્યા એ માત્ર પગાર ઉપર નભતા કર્મચારીઓને પગાર મુદ્દે હેરાન કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરની SVP હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા હાઉસકીપિંગ અને પેશન્ટ એટેન્ડ સ્ટાફએ આજે સવારે પગાર મુદ્દે હોબાળો મચાવ્યો હતો. 7 મે સુધીમાં પગાર થઈ જતો હોય છે જો કે આજદિન સુધી પગાર ન થતા તેઓ હડતાળ પર ઉતરી ગયા હતા અને હોબાળો કર્યો હતો. સ્ટાફે પત્રકારો ને જણાવ્યું હતું કે અમે 150 જેટલા કર્મચારીઓ કોવિડ વોર્ડમાં ફરજ બજાવીએ છીએ. અમારો પગાર 7 મે સુધીમાં થાય છે જો કે બીજા 6 દિવસ ગયા બાદ પણ પગાર કરવામાં ન આવતા આજે સવારની શિફ્ટવાળા તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. જો કે હાલમાં પેશન્ટ હેરાન ન થાય અને ઉપરી અધિકારી સાથે વાત થઈ છે. કાલ સુધીમાં પગાર નહી થાય તો ફરીથી હડતાળ કરી દઈશું.
ગુરુવાર, મે 8
Breaking
- Breaking ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર 90 ફ્લાઇટ્સ રદ, સંપૂર્ણ યાદી અહીં તપાસો
- Breaking: ઓપરેશન સિંદૂર બાદ લાહોરમાં ધડાકા! એક પછી એક 3 વિસ્ફોટથી પાકિસ્તાનમાં ખળભળાટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યોનાં મોત, ભાઈ રૌફ અસગર અને પુત્રવધૂ હુઝૈફાનો પણ સમાવેશ
- Breaking: પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું – જો ભારત હુમલો બંધ કરે તો…
- Breaking: ભારતીય સેનાએ પાકિસ્તાની JF-17 ફાઇટર જેટને તોડી પાડ્યું, પાઈલટની શોધ ચાલી રહી છે
- Breaking: ઓપરેશન સિંદૂરની વચ્ચે મુંબઈ એરપોર્ટ પર બોમ્બ ધમકીથી હડકંપ
- Breaking: પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે: વારિસ પઠાણનો કડક સંદેશ
- Breaking: જાતિગત વસ્તી ગણતરી નકારી છે ભાજપે, હવે દલિતો અને વંચિતો સામે ઝુકી રહી છે – સુરજેવાલાનો આક્ષેપ