નવી દિલ્હી : કોરોના વાયરસ ચીનમાં પાછો ફરવાના સમાચારથી વિશ્વભરના શેર બજારોમાં ખળભળાટ મચી ગયો છે અને તેના કારણે ભારતીય શેરબજાર પણ સોમવારે તૂટી ગયું હતું. 15 જૂન, સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેંજ સેન્સેક્સ 110 પોઇન્ટના ઘટાડા સાથે કારોબાર શરૂ કર્યો હતો અને સવારે 10.38 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 647 અંકોના ઘટાડા સાથે 33,133.83 પર બંધ રહ્યો હતો.
બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ, એલએન્ડટી, ઈન્ડસઇન્ડ બેંક, એનટીપીસી અને આઇટીસી મુખ્ય શેરો હતા જેમાં ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેંજ 110 પોઇન્ટ તૂટીને 3,670.55 પર ખુલ્યો અને તે ટૂંકા સમયમાં લગભગ 300 પોઇન્ટ તૂટી ગયો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 53 પોઇન્ટના ઘટાડા સાથે 9,919.35 પર ખુલ્યો હતો.