વડોદરા શહેરમાં કોરોનાવાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે સાવચેતીના ભાગરૂપે શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની ના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ તથા બીએસએફ ના જવાનો દ્વારા રેડઝોન પાસેના તમામ વિસ્તારોમાં જેવાકે નવાપુરા તથા રાવપુરા વિસ્તારમાંના ફૂટમાર્ચ કરવામા આવ્યુ હતું. વડોદરા માં લોકડાઉનનુ પાલન થાય અને લોકો કામવગર બહાર ન નિકળે, પોતાના ઘરોમાં સુરક્ષિત રહે.સાથે સાથે વિસ્તારના લોકો ટુ વ્હિલરો પર કે ફોર વ્હિલર પર કામવગર ન નિકળે તે માટે પોલસે જાહેર અપીલ કરી છે