માર્ચ – 2019માં લેવામાં આવેલી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષાના પરિણામો આજ રોજ જાહેર થયા છે.જેમાં ફરી એક વખત સુરતી વિધાર્થીઓએ ડંકો વગાડ્યો છે.સમગ્ર રાજ્યમાં 44 પૈકી માત્ર 19 વિધાર્થીઓ સુરતના છે જ્યાં એ – વન ગ્રેડ માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.19 પૈકી સરથાણા વિસ્તારમાં આવેલી આશાદીપ શાળાના જ સાત વિધાર્થીઓ છે જેમણે એ- વન ગ્રેડમાં સ્થાન મેળવી સુરત શહેર અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.આશાદીપ શાળામાં એ – વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ રત્ન ક્લાકારો અને આર્થિક રીતે સામાન્ય કુટુંબના પરિવારોમાંથી આવે છે.વિધાર્થીઓને ઝળહળતા પરિણામ ને લઈ શાળા આલમમાં પણ ખુશીનો માહોલ છે…