ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણી સાથે શિક્ષણ ક્ષેત્રને જોડવા એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સુધારા માટે ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવા સૂચન કરવામાં આવ્યું છે. ચૂંટણી ઢંઢેરામાં રાજકીય પક્ષ શિક્ષણ ક્ષેત્રે સુધારાના સૂચન જણાવી લોકો સુધી પહોંચાડશે।
શિક્ષણ ક્ષેત્રે સુધારા માટેના સૂચનો આગામી પાંચ વર્ષ દરમિયાન કોઈ પણ વિદ્યાશાખામાં એક પણ ખાનગી શાળા, કોલેજ કે યુનિ। ને મજૂરી આપવામાં આવશે નહીં જેટલી નવી શાળાઓ કોલેજો યુનિ।જરૂર હશે તે બધીજ સરકાર ખોલશે અને નિભાવશે। જો જરૂર જણાશે તો ખાનગી શાળાનું રાષ્ટ્રીય કરણ કરશે રાજ્યની તમામ પ્રથમિક શાળાઓ 8 ધોરણની કરાશે। સરકાર રચાયાના 100 દિવસમાં રાજ્યની શિક્ષણ નીતિ જાહેર કરશે અને તે વધુ ને વધુ લોકકેન્દ્રી શિક્ષણના ઉચ્ચ સ્તરો સિદ્ધ કરવાનું ધ્યેય રાખનારી હશે
તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોલેજોમાં અને યુનિ।માં સરકાર રચાયાના 100 દિવસોમાં તમામ ભરતી પૂર્ણ કરી દેવાશે। ગુજરાત ઉચ્ચ શિક્ષણ પરિષદ ધારો પાછો ખેંચાશે અને અધ્યાપકો તથા કેળવણીકારોની સામેલગીરી સાથે નવો ધારો લાવશે
કોલેજોમાં અને શાળાઓમાં બિન શેક્ષણિક કર્મચારીઓની તમામ ખાલી જગ્યાઓ 100 દિવસમાં ભરી દેવાશે તેમજ કોલેજોમાં સોફ્ટ સ્કિલ અને ફાઉન્ડેશન કોર્સ ભણાવવા માટે અલગ નિમણુંક કરશે