ભારતીય જનતા પક્ષના ઉમેદવારોનું લીસ્ટ રવિવારે મળનારી કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ દિલ્લીથી જાહેર કરવામાં આવશે. જોકે, બે રવિવાર બાદ ત્રીજા રવિવારે એટલે કે, 12 નવેમ્બરે મળનારી બેઠકમાં આ લીસ્ટની જાહેરાત કરાશે. એટલે કે, ભા.જ.પ.ના દાવેદારો અને તેમના ટેકેદારોની આતુરતાનો અંત 17 દિવસ બાદ આવશે.
એક માહીતી પ્રમાણે ભાજપની આગામી 12 નવેમ્બરે દિલ્લી ખાતે બેઠક મળનાર છે. કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની મળનારી બેઠક બાદ પત્રકાર પરીષદ બોલાવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોનું લીસ્ટ ભાજપ જાહેર કરી શકે છે. વિધાનસભાની 182 બેઠકો માટે 4500 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે અલગ-અલગ તબક્કામાં લીસ્ટ જાહેર ના કરી ભારતીય જનતા પક્ષ તમામ બેઠકોની યાદી એકસાથે જ જાહેર કરશે