નવી દિલ્હી : કોરોના કટોકટી અને લોકડાઉનને લીધે લોકોને ટર્મ લોનની EMI ચુકવવા પર છ મહિનાની મુદત મળી છે, પરંતુ આ દરમિયાન વ્યાજ માફ થાય કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. 12 જૂન, શુક્રવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેના પર થોડી નરમતા દર્શાવી હતી અને હવે મધ્યમ માર્ગ શોધવાની કોશિશ કરવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક અને નાણાં મંત્રાલયને આદેશ આપ્યો છે કે તેઓ એક બેઠક લઈ ત્રણ દિવસમાં આ અંગે નિર્ણય લે. કેન્દ્ર સરકારે તેના વિશે શું ચર્ચા કરવામાં આવી તે અંગે ત્રણ દિવસમાં તેનો જવાબ આપવો પડશે. આ સંદર્ભે આગામી સુનાવણી 17 જૂને યોજાશે. સુપ્રીમ કોર્ટની મુખ્ય ચિંતા હવે એ છે કે EMI પર દેવાના થતા વ્યાજ પર પણ વ્યાજ લેવામાં આવશે
શું વ્યાજ પર વ્યાજ લેવામાં આવશે?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે વચ્ચેનો માર્ગ શોધવાનો પ્રયાસ કરી રહી છે. કોર્ટે કહ્યું, “અમારી ચિંતા એ છે કે જે વ્યાજ માફ કરાયું છે તે ગ્રાહકો પાસેથી આગળ લેવામાં આવશે અને આ વ્યાજ પર પણ વ્યાજ લેવામાં આવશે કે કેમ.”
કોર્ટે કહ્યું, ‘આ વિશે ઘણા પ્રકારનાં મંતવ્યો છે. કોઈ રસ્તો શોધવાનો પ્રયાસ થઈ શકે છે. અમારો પ્રશ્ન એ છે કે શું વ્યાજ પર પણ વ્યાજ લેવામાં આવશે?