સુરત માં કોરોના ની સ્થિતિ વણસી છે અને રેડ ઝોન , વાહન ડિટેઇન , ઉઠક બેઠક વગરે કરીને થાકેલા તંત્ર એ રેપીડ એકશન ફોર્સ બધું અજમાવવા છતાં પણ જનતા એ લોકડાઉન તોડવાનો સિલસિલો ચાલુ રાખતા ન છૂટકે હવે કોરોના ના ચેપ ને ફેલાતો અટકાવવા માટે સુરત માં કેટલાક વિસ્તારોમાં કરફ્યૂ આખી દેવામાં આવ્યો છે અને તેનું કડક પાલન કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે ત્યારે પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટ જાતેજ ફરફ્યૂ ગ્રસ્ત વિસ્તારોમાં પોલિસ ફોર્સ સાથે નીકળ્યા હતા જેઓ નું આસપાસ ની બિલ્ડીંગો માં રહેતા લોકો એ તાળીઓ થી સ્વાગત કરી તેઓનું મનોબળ વધાર્યું હતું
પોલીસ કમિશનરે જાતે અહીં ના લોકો સાથેવાતચીત કરી હતી અને કોઇ સમસ્યા હોય તો જણાવવા કહ્યું હતું , તેઓ એ લોકો ને પોતાના અને બીજા ના સ્વાસ્થ્ય ની ચિંતા કરી ઘરમાં રહેવા અપીલ કરી હતી.