કોરોના વાયસરને લઈ ગુજરાતમાં હાલ સ્થિતિ બેકાબુ છે ત્યારે પોલીસ કર્મીઓ પણ જાન ના જોખમે ડ્યુટી બજાવી રહ્યા છે તેવે સમયે સુરત ની લાજપોર જેલ માં એવું બન્યું કે પોલિસ ખાતું દોડતું થઈ ગયું હતું
સુરત લાજપોર જેલમાં બંધ કેદી ને અચાનક કોરોના ના લક્ષણો દેખાય તો પોલીસે કેવા પગલાં ભરવા જોઈએ તે બાબતે એકમોગડ્રિંલ રાખવામાં આવ્યુ હતું અને તેઓને સમજણ અપાઈ હતી
જેલમાં કેદીને કોઈ લક્ષણો દેખાય તો કેવી રીતે હોસ્પિટલ લઈ જવામાં આવે તે અંગે પણ ટ્રેઈન કરાયા હતા આ માટે લાજપોર જેલમાં પણ મીની હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી
કેદીઓ કોઈ તકલીફ થાત તો કેવી રીતે અને સાવચેતી શુ રાખવી તે પ્રેક્ટિકલ રીતે સમજાવવા માં આવ્યું હતું, આ તકેલાજપોર જેલમાં કેદીઓ ના બેરેક પણ સેન્ટટાઝર કરવામાં આવ્યા હતા.