સુરત : ગણેશ વિસર્જન દરમ્યાન સુરતના લીંબાયત વિસ્તારમાં એક હોમગાર્ડ જવાનની ગુંડાગરડી સામે આવી છે.વિસર્જનના દિવસે હોમગાર્ડના બે જવાનો પોતાના ચાલીસ જેટલા મલ્ટીયાઓને લઈ સમગ્ર વિસ્તારમાં તલવાર અને લાકડાના ફટકા લઈ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં આ તત્વોની દાદાગીરીને લઈ સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો.
વીઓ : લીંબાયત વિસ્તારમાં આવેલ રતનજી નગરમાં રહેતા જાવેદ નામનો શખ્સ હોમગાર્ડ તરીકેની ફરજ બજાવતો હોવાનું જાણવા મળે છે….જાવેદ અને તેના ભાઈની અન્ય શખ્સ સાથે અગાઉથી કોઈ બાબતે તકરાર ચાલી આવી છે.દરમ્યાન ગણેશ વિસર્જનના દિવસે જાવેદ અને તેના ચાલીસ જેટલા સાગરીતો તલવાર ,લાકડાના ફટકા સહિતના હથિયારો લઈ સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા હતા.જ્યા એક યુવકના ત્યાં આ ટોળુ ઘસી ગયું હતું અને પોતાનો શત્રુ અહીં રહેતો હોવાની શંકાના આધારે તોડફોડ પણ કરી હતી.આ ઘટનામાં હોંમગાર્ડ સહિત બે લોકોને ઇજા થતાં સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હત.તો બીજી તરફ હોમગાર્ડ જવાનની આ ગુંડાગરડી નજીકમાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.સીસીટીવી ફુટેજમાં જોતા એક શખ્સના પાછળ ચાલીસ જેટલા લોકોનું ટોળુ દેખાય છે.જ્યારે સફેદ રંગના કપડામાં દેખાતા શખ્સના હાથમાં તલવાર અમે લાકડી નજરે પડી રહી છે..સુરતના લીંબાયત વિસ્તારમાં લુખ્ખાતત્વો નો આતંક હદપાર વટાવી ચુકી છે ,ત્યારે એક હોમગાર્ડની આ દાદાગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે.