સુરતમાં એક બાદ એક કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આ વચ્ચે સુરત માટે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે.કોરોના પોઝીટીવ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને ડિશચાર્જ આપવામાં આવ્યો છે.છેલ્લા પંદર દિવસથી કોરોના સામે લડાઈ લડી રહેલા યુવાને અંતે માત આપી સાજો થયો છે.આજ રોજ આ યુવાનને ડિશચાર્જ મળતા મવી સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે તાળીઓ ના ગણગણાટ થી તેને વધાવી લીધો હતો.જ્યારે યુવાને પણ હોસ્પિટલના સ્ટાફની કામગીરીને વખાણ કરી ટ્રોમા સેન્ટર બહાર બે હાથ જોડીને આભાર માન્યો હતો.