કોરોનાવાયરસ ના પગલે સમગ્ર દેશભરમાં lockdown ની સ્થિતિ ચાલી રહી છે ત્યારે બીજી તરફ સુરતમાં અલગ અલગ કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા સાત હજારથી વધુ શ્રમિકો અને તેમના બાળકોને પૌષ્ટિક ભોજન મળી રહે તેવા પ્રયાસ સુરત ક્રેડાઈ દ્વારા કરવામાં આવ્યા છે.જે માટે ક્રેડાઈ દ્વારા તમામ ડેવલોપર ને શપથ લેવડાવવામાં આવ્યા છે અને તમામ શ્રમિક મજૂરોને ભોજન ની સાથે ખર્ચી મળી રહે તેવો માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે.ક્રેડાઈ દ્વારા ચાર ઝોનમાં સાત હજારથી વધુ શ્રમિક મજુરોને અનાજની કીટ આપવામાં આવી રહી છે.
વીઓ :સુરત કન્ટ્રકશન રિયલ એસ્ટેટ ડેવલોપર એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાલ કોરોના વાયરસ ના પગલે ચાલી રહેલ લોક ડાઉન ની સ્થિતિ વચ્ચે સુરતની અલગ અલગ કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા શ્રમિક – મજુરોને અનાજની કીટ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.ધન્વંતરિ રથ યોજના હેઠળ તેઓ પ્રત્યેક ચાર ઝોનમાં આ સેવા બજાવી રહ્યું છે.જે માટે ચાર ઝોનમાં ડેવલોપર ને પોતાની કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા શ્રમિક મજૂરો ને ખર્ચી ની સાથે પોતાના માસુમ બાળકોને પૌષ્ટિક ભોજન તેમજ દૂધ મળી રહે તેવા સેવાભાવથી આ કામગીરી સોંપવામાં આવી છે..પ્રત્યેક કીટ માં તેલ,ચોખા,લોટ,મીઠું ,ખાંડ સહિત જીવન જરૂરિયાત ની સામગ્રી મુકવામાં આવી છે.જ્યારે બાળકોના દૂધ માટે બ્રાન્ડેડ કંપની નો દૂધનો પાવડર આપવામાં આવ્યો છે.એક કીટ આશરે દસ દિવસ સુધી ચાલી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.તંત્ર દ્વારા કરવામાં આવેલ અપીલ ને ધ્યાનમાં રાખી સોસીયલ ડિસ્ટન્સ જાળવી આ કીટ આપવામાં આવી રહી છે.