સુરતમાં સરકારે સ્કુલ ફી બાબતમાં જે રાહતના સમાચાર આપ્યા હતા. એ ફ્કત સમાચાર સીમીત જ રહી ગયા છે. જ્યારે આ મુદ્દા ઉપર ફરી એક વાર સુરતના વાલીઓ વિફર્યા છે. અને પોતાનો વિરોધ દર્શાવવા રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. સુરતમાં મંગળવારે એસ.ડી. જૈન સ્કુલના ગેટ પાસે વાલીઓએ વિરાધ દર્શાવ્યા બાદ બુધવારે મોટાભાગની સ્કુલના વાલીઓ અઠવાલેન્સ પર એકઠા થયા હતા. અને ફી વધારો પરત નહિ ખેંચાય તો મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. અને આવનારી આગામી ચુંટણીનો બહિષ્કાર કરશે તેવુ જણાવ્યુ હતુ.
ફી વધારાને કારણે વાલીઓ મેદાનમાં
સુરતમાં ફી વધારાને લઇ વાલીઓએ વિરાધ દર્શાવ્યો હતો. જ્યારે અગાઉના સત્રમાં વાલીઓએ વિરાધ કર્યો હતો. જેમાં આગળના સત્રથી વધારે ફી ન વસુલવવાની ખાતરી અપાઇ હતી. અને ફરીથી ફી વધારાસાથેની ફી માંગતા વાલીઓનો રોષ ફરી આસમાને પહોંચ્યો હતો. અને ફી વધારાના મુદ્દે બેનર સાથે વિરોદ્ધ કર્યો હતો. અને જો ફી વધારો પાછો નહી ખેંચાય તો મતદાન બહિષ્કાર ચીમકી ઉચ્ચારી હતી.