સુરત માં કોરોના પોઝીટીવ કેસનો આંકડો ચિંતાજનક રિતે આગળ વધી રહ્યો છે.સતત કેસમાં વધારો નોંધાતા સુરત મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ ખૂબ જ સાબડું બન્યું છે.ખાસ સુરતમાં સૌથી વધુ કોરોના ના કેસ સેન્ટ્રલ ઝોન,વેસ્ટ ઝોન અને લીંબાયત ઝોન માં નોંધાઈ રહ્યા છે.ત્યારે આવા વિસ્તારો ને માસ ક્વોરોન્ટાઇન જાહેર કરવામાં આવ્યા છે.સુરતના સૈયદપુરા વિસ્તારમાં જ્યાં કોરોના પોઝીટીવ કેસ વધુ નોંધાયા છે તે વિસ્તાર બહાર કડક સૂચના સાથેનું બેનર મારી દેવામાં આવ્યું છે.જે સૂચના નું ભંગ કરનારા સામે કાયદાકીય કાર્યવાહી ની ચિમકી પાલિકા દ્વારા ઉચ્ચારવામાં આવી છે.સાથે જ બિનજરૂરી રીતે કોઈ બહાર ન નિકળે અને માસ ક્વોરોન્ટાઇન પણ જળવાય તે માટે સ્થાનિક પોલીસની સાથે સીઆઈએસએફ ના જવાનોને પણ સોસાયટી બહાર તૈનાત કરી દેવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનિય છે કે સુરતમાં એક જ દિવસમાં 22 જેટલા કેસ કોરોના પોઝીટિવ આવતા તંત્રની દોડધામ વધી છે.જ્યાં સુરતમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 85 પર પોહચી ચુકી છે.જે સુરત માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.