બેલજીયમ ના એન્ટવર્પ ની ઓફિસો ખુલતા સુરત – મુંબઈ ની મોટી ડાયમંડ કંપનીઓની રફ ડાયમંડ સપ્લાય અટકી હતી તે ક્લિયર થશે..સુરત – બેલજીયમનો વર્ષે 6 બિલિયન નો વેપાર છે.એન્ટવર્પ માં આજથી બ્રોકર,કુરિયર, સર્વિસ પણ શરૂ થશે.માર્ચ માં પોલીશડ ડાયમંડ નો ઈમ્પોર્ટ વેપાર માં 73 ટકાનો ઘટાડો થયો હતો.જ્યારે રફનો એકસપોર્ટ 51.3 ટકા રહ્યો હતો.એન્ટવર્પ માં આજથી શરૂ થવા જઈ રહેલા વેપારને પગલે સુરતના હીરા ઉદ્યોગ ને સીધો લાભ થવાનો છે.જેના કારણે ડાયમંડ ની ડિમાન્ડ પણ વધે તેવી શકયતા છે.મહત્વ ની વાત છે કે સુરતનો હીરા ઉદ્યોગ રાબેતા મુજબનો થવામાં હજી બે માસ થી અઢી માસ જેટલો સમય લાગી શકે છે તેવી વાત જીજેપીસી ના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું છે.હાલ સુરત રેડ ઝોન તરીકે છે અને ગ્રીન ઝોનમાં આવ્યા બાદ ઉદ્યોગો ધમધમતા થવાની આશા છે…