સુરતમાં પણ કોરોનાની મહામારીમાં અનેક લોકો સપડાયા છે, જેમાંથી કેટલાકના મોત થયા છે, તો પોઝિટિવ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.ત્યારે અનેક એવા યોદ્ધાઓ છે, જેને કોરોનાની આ લડાઈ જીતી છે.આવા જ દુનિયાભરના યોદ્ધાઓ સુરતની બે મહિનાની જાહનવીનું નામ પણ સામેલ થયું છે. લંબે હનુમાર રોડ ખાતે થોડા દિવસ અગાઉ શાકભાજી વેચતી બે મહિલાઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. જેને પગલે મહાનગર પાલિકા દ્વારા આ સમગ્ર વિસ્તારમાં કોમ્યુનિટી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.જેમાં બે વર્ષની જાહનવી રાહુલ ગુપ્તા નામની એક બાળકીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.લોકડાઉન દરમિયાન બાળકી અને તેના પરિવારજનો ઘરની બહાર ગયા ન હતાં, તેમ છતાં બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.મહત્વની વાત એ પણ છે કે બાળકીના માતા-પિતા નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.ત્યાં જ બાળકીને કોરોનાવાયરસ ના કોઈપણ લક્ષણો જણાઇ આવ્યા ન હતા …કોમ્યુનિટી ટેસ્ટીંગ ને કારણે બાળકી નો રિપોર્ટ પોઝિટિવ આવતા ૧૯મી એપ્રિલના રોજ તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી હતી.. આ દરમિયાન જાનવી પોતાની માતા સાથે નવી સિવિલમાં રહી હતી. જાનવી માત્ર બે મહિનાની હોવાથી તેની ખાસ કાળજી લેવામાં આવી રહી હતી. તેના શરીરમાં ઇમ્યુનિટી વધારવા માટે બાળકોને આપવામાં આવતી દવાઓ અપાઇ હતી….દરમિયાન જાનવી ના બે રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા. જેમાં નેગેટીવ રિપોર્ટ આવતા ગત રોજ સાંજે જાનવી ને નવી સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.. જાનવી ની માતા દ્વારા સિવિલના તમામ તબીબો અને નર્સિંગ સ્ટાફ નો આભાર માનવામાં આવ્યો હતો.. જેમની અથાગ મહેનત ને કારણે આજે તેમની બાળકી સુરક્ષિત ઘરે પરત ફરી છે. સુરત માટે આજે મહત્વની વાત એ પણ છે કે એક જ દિવસે 58 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.જેમને કોરોના પોઝિટિવ હોવાથી સારવાર આપવામાં આવી હતી. સુરતમાં અત્યાર સુધી 150 થી વધુ કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.