ડીંડોલીના લક્ષ્મીનારાયણ નગર સોસાયટીમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો હેમલતા ધનશીંગભાઈ રાજપુત નામની મહિલાના નામે છે..રાજ્ય સરકાર ની જાહેરાત હોવા છતાં અહીં રેશનકાર્ડ ધારકોને તેમના હકનું અનાજ આપવામાં આવતું ન હોવાની ફરિયાદ ઉઠી છે.જેને લઈ આ રોજ વહેલી સવારે રેશનકાર્ડ ધારકો અનાજ લેવા માટે અહીં પોહચ્યા હતા.જો કે અહીં હાજર ત્રાહિત વ્યક્તિ દ્વારા સરકારી અનાજ બારોબાર સગેવગે કરવામાં આવી રહ્યો હતો.જે અંગેનો વિડીયો ખુદ રેશનકાર્ડ ધારકે પોતાના મોબાઈલ માં બનાવી લીધો હતી.આ બાબતે જ્યારે ત્રાહિત વ્યક્તિ નિર્મલ ખતીકને રેશનકાર્ડ ધારકો દ્વારા પૂછવામાં આવ્યું તો તેઓની સાથે ગેરવર્તણૂક અને અપશબ્દોવાળી કરી હતી.જેથી ભારે હોબાળો મચી ગયો હતો.અનાજ હોવા છતાં ગરીબોને આપવાના બદલે કાળા બજારમાં વેચી માર્યાનો આરોપ રેશનકાર્ડ ધારકોએ મુક્યો હતો.લોકોનો રોષ પારખી ગયેલ નિર્મલ ખતીક નામનો આ ત્રાહિત વ્યક્તિ ત્યાંથી દુકાન બંધ કરી ચાલતી પકડી લીધી હતી.જેથી રેશનકાર્ડ ધારકોએ ડીંડોલી પોલીસને સંપર્ક કરતા પીસીઆર વાન ઘટના સ્થળે આવી પોહચી હતી.સમગ્ર મામલો આખરે ડીંડોલી પોલીસ મથકે પોહચતાં પોલીસે રેશનકાર્ડ ધારકોની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.એક તરફ ગરીબો માટે રાજ્ય સરકારે વિના મૂલ્યે પૂરતો અનાજનો જથ્થો આપવાની જાહેરાત કરી છે ત્યારે બીજી તરફ આવા કેટલાક કાળા બજારીયાઓ હવે ગરીબોના હકનું અનાજ બારોબાર વેચી ખિસ્સા ગરમ કરવા માટે મેદાને ઉતર્યા છે…જે તંત્ર માટે તપાસનો વિષય બની રહે છે..