ઘરોની બહાર વાહન લઈ નીકળતા જરૂરિયાત મંદ લોકો માટે શહેર પોલીસે હવે એક જાહેરનામું બહાર પાડ્યું છે.જે જાહેરનામાં મુજબ મોટર સાયકલ પર માત્ર બે ના બદલે હવે એક જ વ્યક્તિ જઈ શકશે.જ્યારે ફોર વ્હીલ કાર માં આગળની શીટ પર એક અને પાછળની સીટ પર એક જ વ્યક્તિ બેસી શકશે તે પ્રમાણેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જાહેરનામા ના ભંગ કરવા બદલ કડક કાર્યવાહી શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.