દેશભરમાં હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે.સૌ કોઈ આ મહામારી વચ્ચે તંત્ર ને મદદ કરવા પોતાની રીતે યોગદાન આપી રહ્યા છે.તેવામાં સુરત ખાતે ત્રણ માસુમ બાળકોએ પોતાની જમા પૂંજી પોલીસને અર્પણ કરી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.સેવા કરવામાં આમ તો કોઈ ધર્મ અથવા નાત – જાત નથી હોતી,પરંતુ સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજના ત્રણ માસુમ ભૂલકાઓએ પોતાની જમા પૂંજી લાલગેટ પોલીસને અર્પણ કરી માનવતા ની સાથે ભાઈચારા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે.લાલગેટ વિસ્તારના ઇબ્રાહિમ કાપડિયા અને લુઝનેઈ કાપડિયા સહિત ત્રણ બાળકો ગત રોજ મોડી સાંજે લાલગેટ પોલીસ મથક પોતાની પીગી બેંક લઈ પોહચ્યા હતા.જ્યાં પોલીસ માટે સેનેટાઇઝર અને ગરીબ વર્ગના લોકો માટે ભોજન ના ખર્ચ પેટે તેમણે આ પીગી બેંક પોલીસને આપી હતી.જે પીગી બેંકમાંથી ચૌદ હજાર જેટલી રકમ નીકળતા પોલીસ પણ આ બાળકો ની માનવતા ને જોઈ એક વખત વિચારમાં પડી ગઈ હતી