મુંબઇઃ ભારતીય શેરબજાર માટે આજનો સોમવારનો દિવસ ભલે ખરાબ રહ્યો હોય પરંતુ ટાટા ગ્રૂપની TCS કંપની માટે ઘણો સારો રહ્યો છે. આજે TCSએ બે નવા કિર્તીમાન બનાવ્યા છે. મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પછાડીને TCS આજે સોમવારે બજાર મૂલ્યની રીતે ભારતની સૌથી મૂલ્યવાન કંપની બની છે. તેની સાથે સાથે TCS એ Accenture ને પછાડીને વિશ્વની સૌથી મૂલ્યવાન આઇટી કંપની બની ગઇ છે.
ટાટા ગ્રૂપની કંપની ટાટા કન્સલ્ટન્ટસી સર્વિસિસ (TCS) ફરી એકવાર ભારતની સૌથી મૂલ્યવાન કંપની બની ગઇ છે. ઉલ્લેખનિય છે કે TCS એ ભારતની સૌથી મોટા આઇટી કંપની છે અને આજે ફરી એકવાર દુનિયાની સૌથી મૂલ્યવાન આઇટી કંપની બની ગઇ છે. આજે સોમવારે TCSની માર્કેટકેપ Accenture કરતા વધી ગઇ હતી. TCSના શેરમાં આજે તેજીથી તેની માર્કેટકેપ 169.9 અબજ ડોલરે પહોંચી ગઇ હતી જે Accenture કરતા વધારે છે. Accentureની માર્કેટકેપ આજે 168 અબજ ડોલર હતી.
ભારતના સંદર્ભમાં વાત કરીયે તો આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પછાડીને TCS ભારતની સૌથી મૂલ્યવાન કંપની બની ગઇ છે. આજે TCSના શેરનો ભાવ બીએસઇ ખાતે 0.40 ટકા ઘટીને 3290.20 રૂપિયા બંધ થયો હતો. આ સાથે TCSનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 12,34,609.62 કરોડ રૂપિયા થયુ હતુ. જ્યારે બીજી બાજુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર બીએસઇ ખાતે આજે 5.36 ટકા તૂટીને 1939.70 રૂપિયા બંધ થયો હતો. આ ધોરણે રિલાયન્સની આજે કુલ માર્કેટકેપ 12,29,661.32 કરોડ રૂપિયા રહી હતી. આમ આજે ફરી એકવાર બજાર મૂલ્યની દ્રષ્ટિએ રિલાયન્સને પછાડીને TCS આગળ નીકળી ગઇ અને દેશની સૌથી મૂલ્યવાન કંપની બની ગઇ હતી.