બલૂચિસ્તાનના કેચ જિલ્લામાં પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલો સાઉદીના પ્રિન્સ પાકિસ્તાન આવે તેના એક કલાક પૂર્વે થયો હતો. આ ઘટનામાં 9 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે જ્યારે 11 સૈનિકોને ઈજા પહોંચી હોવાનું ધ બલૂચિસ્તાન પોસ્ટના રિપોર્ટમાં જણાવાયું છે.
ધ બલૂચિસ્તાન પોસ્ટના રિપોર્ટ અનુસાર, બલૂચિસ્તાન લિબરેશન ફ્રંટ અને બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સે ચીન-પાકિસ્તાન ઈકોનોમિ કોરિડોર (CPEC) રૂટ પર તુર્બત અને પંજપુર વચ્ચે પાકિસ્તાન આર્મી પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે.