બેંગ્કોકમાં રમાઇ રહેલી થાઇલેન્ડઓપન બેડમિન્ટન સ્પર્ધાની કવાર્ટર ફાઇનલમાં સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય પુરૂષ ડબલ્સ જોડીઍ ચોઇ સોલગ્યુ અને સિયો સેયૂંગ જાઍની કોરિયન જાડીને હરાવીને સેમી ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. આ તરફ પુરૂષ સિંગલ્સમાં ઍકમાત્ર ભારતીય પડકાર ઍવો બી સાઇ પ્રણીત પણ કવાર્ટર ફાઇનલમાં હારી ગયો હતો.
બિન ક્રમાંકિત ભારતીય જાડીઍ શુક્રવારે અહીં ઍક કલાક સુધી ચાલેલી મેચમાં કોરિયન જાડીને 21-17, 17-21, 21-19થી હરાવી હતી. ભારતીય જાડીઍ કોરિયન જાડી સામે આ પહેલો વિજય મેળવ્યો છે. વર્લ્ડ રેન્કિંગમાં 16માં ક્રમે બેઠેલી આ ભારતીય જોડીઍ ફાઇનલમાં પહોંચવા માટે અન્ય ઍક કોરિયન જોડી સુંગ હ્યોન અને શિન બેક શેઓલને પછાડવી પડશે.
ગત અઠવાડિયે જાપાન ઓપનની સેમી ફાઇનલ સુધી પહોંચેલો બી સાઇ પ્રણીત જો કે અહીં પહેલા રાઉન્ડ જેવી લડત કવાર્ટર ફાઇનલમાં આપી શકયો નહોતો અને જાપાનના કેન્ટા સુનેયામા સામે તે 18-21, 12-21થી હારીને આઉટ થઇ ગયો હતો. તે બહાર થતાની સાથે જ પુરૂષ સિંગલ્સમાં ભારતીય પડકારનો અંત આવી ગયો હતો. મિક્ષ્ડ ડબલ્સમાં પણ રંકીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જાડી જાપાનની યુતા વટાનાબે અને ઍરિસા હિગાશિનો સામે 13-21, 15-21થી હારીને બહાર ફેંકાઇ ગઇ હતી.