કૃષિ કાયદાઓના વિરોધમાં પાછલા એક વર્ષથી દિલ્હીની બોર્ડર પર આંદોલન ચલાવી રહેલા ખેડૂતોની મહેનત સફળ થતી જોવા મળી રહી છે. અસલમાં મોદી સરકારે ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની નિર્ણય કર્યો છે. તેમને ખેડૂતો પાસે ક્ષમા માંગતા તે વાતની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ કદાચ ખેડૂતોને સમજાવી શક્યા નહીં. કહેવામાં આવી રહ્યું છે કે, આ મહિનાના અંતમાં શરૂ થઈ રહેલા સંસદ સત્રમાં ત્રણેય કાયદાઓને પરત લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. પીએમ મોદીના આ નિર્ણય પર હવે ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશનું પણ નિવેદન આવ્યું છે.
રાકેશ ટિકૈતે પોતાના ટ્વિટમાં કહ્યું- “આંદોલન તાત્કાલિક પરત થશે નહીં, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે કૃષિ કાયદાઓને સંસદમાં રદ્દ કરવામાં આવશે. સરકાર એમએસપી સાથે-સાથે ખેડૂતોના બીજા મુદ્દાઓ ઉપર પણ વાતચીત કરે.” ખેડૂત નેતા રાકેશ ટિકૈતના આ ટ્વિટ પર લોકો અનેક કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે અને સાથે ખેડૂતોને શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યાં છે.
વિજય રાજ શર્માએ ખેડૂત નેતા રાકેશ ટિકૈતના ટ્વિટનો જવાબ આપતા લખ્યું, “જય કિસાન, જે ખેડૂતોને આતંકવાદી કહેવામાં આવતા હતા, આજે ચૂંટણીમાં હારના ડરથી તે જ ખેડૂત સામે મોદી સરકાર ઝૂકી ગઈ. ખેડૂત આતંકવાદી નથી, ખેડૂત અન્નદાતા છે.”
જ્યારે વિકાસ સિંહ નામના યૂઝરે લખ્યું, “આપણે ભાવનાઓમાં વહી જવું જોઈએ નહીં, તેમના શબ્દોનો કોઈ જ વિશ્વાસ નથી. આ વ્યક્તિ ચીજોને પલટવામાં માહિર છે. જ્યાર સુધી કાયદાને સંસદીય સત્રમાં પરત લેવામાં આવતો નથી, ખેડૂતોએ પોતાનું આંદોલન ચાલું રાખવું જોઈએ.”