હાર્દિક પટેલ હવે ભાજપ શાસિત આ રાજ્યોમાં વિરોધ પ્રચાર કરશે અને ભાજપ સામેનો વિરોધ યથાવત રાખશે.રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આગામી વર્ષે ચૂંટણી છે અને આ બંને રાજ્યોમાં ભાજપ વિરૂદ્ધ આંદોલન કરશે અને ભાજપની ગરીબ વિરોધી યોજનાઓનો ખુલાસો કરશે તેવું હાર્દિકે જણાવ્યુ હતુ તેણે કહ્યું કે. હું વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભા ચૂંટણી સુધી આરામ કરવાનો નથી. દેશના આગામી વડાપ્રધાન કોઈપણ બને પરંતુ મોદી નહીં.
હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે ગુજરાતના પરિણામોથી સંતુષ્ટ છું. કોંગ્રેસ જે છેલ્લા ૨૫ વર્ષથી નબળો વિરોધ પક્ષ હતો તે હવે મજબૂત સ્થિતિમાં છે. મને ગર્વ છે જે ભાજપે ૧૫૦ સીટ જીતવાનો દાવો કર્યો હતો તેનું અભિમાન ઉતારવામાં હું સફળ રહ્યો. મને વિશ્વાસ છે કે ભાજપે ઇવીએમ સાથે ગરબડ કરી ૧૦થી ૧૨ બેઠક જીતી છે. જો ભાજપને પોતાની જીત પર એટલો જ વિશ્વાસ છે તો વીવીપેટ સ્લીપની ગણતરીની મંજૂરી આપવી જોઈએ. રાજકીય પક્ષોએ આગામી લોકસભા ચૂંટણી બેલેટ પેપરથી કરાવવી જોઈએ.
અામ હાર્દિક પટેલ હવે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ પોતાના અાંદોલનથી ભાજપનો વિરોધ કરશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.