અમદાવાદ માં ગેરકાયદેસર બાંધકામોનો તોટો નથી અને ઠેરઠેર ગેરકાયદે બાંધકામો ઉભા થઇ ગયા છે અહીં તંત્ર ને અમુક બિલ્ડરો ખિસ્સામાં લઈને ફરી રહયા છે.
આવું જ એક મોટું બાંધકામ અમદાવાદ ના દાણીલીમડા ના ચિરાગ પાર્ક વિસ્તારમાં બૉમ્બ હોટેલની સામે BRTS વર્કશોપ પાછળના વિસ્તારમાં તંત્રને ચેલેન્જ કરતું ઉભું થયું છે.
અહીં હિંદ રેસિડેન્સી , ફાતમા ,ઝેનાબ ૧ ,ઝેનાબ ૨નું બાંધકામ સલીમ દુધ વાલા નામના બિલ્ડરે ઉભું કર્યું છે
હિંદ રેસિડેન્સી ના ૩માળ હતા જે ૬ માળ નું કેવી રીતે બની ગયુ તે સવાલો ના જવાબ માત્ર બિલ્ડર જ આપી શકે તેમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવાજ પ્રકારે બની ગયેલા ગેરકાયદે માળ તંત્ર દ્વારા દરિયાપુર માં તોડી પાડવામાં આવ્યા હતા જોર્ડન રોડ ઉપર આવેલા રોયલ પરફયુમની બાજુમાં સજજન જમાદારના મહોલ્લાની સામે તથા સંસ્કાર સ્કૂલની બાજુમાં ગ્રાઉન્ડ ફલોરથી ત્રણ માળ સુધીનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું જેને મંગળવારે દરિયાપુર પોલીસ અને એસ્ટેટ વિભાગની ટીમેં આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું ત્યારે હવે દાણી લીમડા ના ચિરાગ પાર્ક માં બનેલા ગેરકાયદે હિન્દ રેસિડેન્સી નું બાંધકામ ક્યારે તૂટશે તે જોવું રહ્યું