દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા (MSI) આગામી નાણાકીય વર્ષમાં નવી પ્રોડક્ટ્સના વિકાસમાં રૂ. 4,000 કરોડનું રોકાણ કરશે.કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કેનિચી અયુકાવાએ સોમવારે આ માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે કંપનીએ આગામી નાણાકીય વર્ષમાં પણ દસ ટકા વૃદ્ધિ લક્ષ્યાંક નિર્ધારણ કર્યો છે.ચાલુ નાણાકીય વર્ષમાં પણ કંપનીની વૃદ્ધિમાં દસ આંકડા રહેવાની આશા છે.
2018-19 માટે મૂડી ખર્ચ અંગે પૂછવામાં આવ્યું ત્યારે અયુકાવાએ જણાવ્યું હતું કે કંપનીએ 4,000 કરોડ રૂપિયાનુ રોકાણ કરશે. કંપની આગામી ચાર મહિનામાં નવી સ્વિફ્ટ સહિત ચાર નવા વાહનો લોન્ચ કરી શકે છે.