તેલંગાણાના હુજુરબાદમાં માનવકાને શરમસાર કરનાર ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર એક નાનીએ પોતાનું દેવુ ઉતારવા માટે ફક્ત એક મહિનાની નવજાતને 1 લાખ રૂપિયામાં વેચી દીધી. સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે એક વ્યક્તિએ 100 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી. રિપોર્ટ અનુસાર નાનીએ નવજાત શિશુને પોતાનું દેવુ ચુકવવા માટે વેચી દીધી. આ ઘટના કરીમનગર જિલ્લાના વીણાવંકાની છે જ્યાં પદ્મા અને રમેશે ચાર વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને જોડાને હૈદરાબાદમાં એક મહિના પહેલા દિકરી થઈ હતી. હાલમાં જ પદ્મા, પોતાની માતા કનકમ્માના ઘરે આવી હતી. પદ્માની માતાએ ચાર દિવસ પહેલા નવજાત શિશુને પેડાપલ્લી જિલ્લાના એક વ્યક્તિના પરિવારને વેચી દીધું અને સોદો 1 લાખ 10 હજાર રૂપિયામાં થયો.
દાવો કર્યો કે નવજાત બાળકી ઘરેથી ગાયબ થઈ ગઈ
નવજાતને લઈને કન્નકમ્માએ પોતાની દિકરીને ખોટુ કહ્યું અને દાવો કર્યો કે નવજાત બાળકી ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. પરંતુ પદ્માએ પોતાની માતા પર શંકા ગઈ અને જ્યારે તેને ખબર પડવાવી શરૂ કરી તો સચ્ચાઈ સામે આવી.
પોલીસ અને ICDSના અધિકારી ગામ પહોંચ્યા
સુચના મળ્યા બાદ પોલીસ અને ICDSના અધિકારી ગામ પહોંચ્યા અને તપાસ શરૂ કરી દીધી. તપાસ વખતે ખબર પડી કે કન્નકમ્મા પોતાની દિકરીના પ્રેમ વિવાહ વિરૂદ્ધ હતી અને સાથે જ નાણાંકીય તણાવમાં હતા. તેણે પોતાની પૈત્રીને વેચવાનો નિર્ણય કરી લીધો. પોલીસ હવે આ કૃત્યમાં શામેલ દરેક લોકોની પરખ કરવા અને તેને પકડવામાં લાગી ગઈ છે જે આ અપરાધમાં સામેલ છે.