ગુજરાતના પોલીસકર્મીઓના ગ્રેડ-પેનો મુદ્દો અચાનક હાઈલાઇટમાં આવી ગયો છે, ગઈકાલે અરવિંદ કેજરીવાલે અમદાવાદ ખાતેની પ્રેસવાર્તામાં આ મુદ્દે નિવેદન આપ્યું હતું કે, ‘દેશમાં સૌથી ઓછો પગાર ગુજરાતના પોલીસકર્મીઓને મળે છે, અમારી સરકાર આવશે તો સૌથી વધારે પગાર ગુજરાતના પોલીસકર્મીઓને આપીશું.’
માત્ર અહીંયા સુધી જ ન અટકીને કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ‘રાજ્યના પોલીસકર્મીઓ આમ આદમી પાર્ટીની સરકાર બાને તે માટે તેમનાથી થઈ શકે તેટલું સમર્થન આપે.’
કેજરીવાલની બસ આટલી જ વાતથી ગુજરાતના સેંકડો પોલીસકર્મીઓએ પોતપોતાના સોશિયલ મીડિયા પર આ વાતનો વિડિયો એકસાથે મૂકતાં રાજ્ય સરકાર ફફડાટ અનુભવાતી હોય તેવું દેખાઈ આવેલ.
રાજ્યમાં પોલીસકર્મીઓના ગ્રેડ-પેની વાત કરીએ તો છેલ્લા કેટલાક મહિનાઓ પહેલા આ જ મુદ્દે અમુક પોલીસકર્મીઓ દ્વારા સરકાર સામે આંદોલન પણ કરેલું, ત્યારબાદ સરકાર દ્વારા આ મુદ્દે યોગ્ય નિકાલની વાતથી આંદોલન સમાપ્ત થયેલું, અને ધારણા પ્રમાણે ટુંક સમયમાં જ સરકાર આ મુદ્દે યોગ્ય નિકાલ લાવવાની જ હતી.
પણ ત્યાં જ સરકારનો રાજનૈતિક ખેલ થઈ ગયો, અને ખેલ કરનાર આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ.
રાજ્ય સરકાર આ મુદ્દાનો નિકાલ જાહેર કરે તેના તરત પહેલા કેજરીવાલે આંદોલનના સમર્થક પોલીસકર્મીઓ અને તેમના પરિવારોને પોતાની તરફ ખેંચવા માટે ગઈકાલે નીવદનો આપી દીધા… અને સરકારથી નારાજ પોલીસકર્મીઓએ આ વાતને હાથોહાથ લઈને સરકારને દોડતી કરી દીધી.
સામા પક્ષે સરકારનો બચાવ કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે નિવેદન આપ્યું હતું કે, ‘આમ આદમી પાર્ટીના નેતાઓ રાજ્યની પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યાં છે,’ પોલીસકર્મીઓના ગ્રેડ-પે મુદ્દે અગાઉથી વાતચીત અને પ્લાનિંગ ચાલુ છે, જેમાં જલદીથી યોગ્ય નિર્ણય આવશે.
ખેર… વિધાનસભાની ચુંટણીને હવે માત્ર 3 મહિનાઓનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે કોઈને કોઈ મુદ્દે રાજકીય પાર્ટીઓ ખેલ કરવાની તે સ્વાભાવિક છે, પરંતુ મહત્વનું એ છે કે આ ખેલમાં જનતાના મૂળભૂત પ્રશ્નો – મુંજવાનોને અગ્રીમતા આપવામાં આવતી રહેશે તો જ ખરી રાજનીતિ ગણી શકાશે.
રવિવાર, મે 4
Breaking
- Breaking: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશી બન્યા અધ્યક્ષ
- Breaking: પાકિસ્તાનના નેતાની ધમકી, ‘દારુલ ઉલૂમ દેવબંદમાં ચા-નાસ્તો કરીશું’
- Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબીયત લથડી
- Breaking: વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, બળાત્કારનો કેસ નોંધાયો
- Breaking: ઇજિપ્તમાં મોટો અકસ્માત! 44 લોકો સવાર હતા તે સાથે સબમરીન દરિયામાં ડૂબી ગઈ, 6 લોકોના મોતની આશંકા
- Breaking: કુણાલ કામરાનો ‘નયા ભારત’ વીડિયો પર ટી-સીરીઝે કોપીરાઈટ દાવો કર્યો
- Breaking: કુણાલ કામરાએ તોડફોડના વીડિયો પોસ્ટ કર્યો, જણાવ્યું ‘દેશનો નાશ થઈ રહ્યો છે’
- Breaking: પૃથ્વી પર પાછા ફર્યા બાદ સુનિતા વિલિયમ્સ ભારત આવવાની તૈયારીમાં, પીએમ મોદીએ ‘દેશની દીકરી’ને પત્ર લખીને આમંત્રણ આપ્યું