અાજે સવારે 8 વાગ્યે સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને હાર્દિક પટેલની બંધ બારણે 15 મિનિટ સુધી ચર્ચા ચાલી. હાર્દિકે અા મુલાકાત અંગે કહ્યું હતું કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે અમને કહ્યું છે કે, જે પણ કરો તે ઇમાનદારીથી કરજો, માતાજીની સાક્ષીએ કરજો, અમે તમારી સાથે છીએ, સત્યની લડાઈ ઇમાનદારીથી લડજો.સત્યની ક્યારેય હાર થતી નથી.
અાપને જણાવી દઈઅે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ઔપચારિક રીતે આવવાની જાહેરાત બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલે બુધવારે ભાજપ વિરુદ્ધ ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યુ છે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું તે પહેલાં રાજકોટમાં હાર્દિક પટેલે પોતાની પ્રથમ ચૂંટણી રાજકોટના નાના મૌવા ચોકમાં અા રેલીમાં આશરે ત્રણ હજાર લોકો સામેલ થયા હતા, જેમાં યુવાનોની સંખ્યા ખૂબ વધારે હતી. બુધવારે યોજાયેલી હાર્દિકની રેલીમા યુવાનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો.
હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, આજે અમે નરેશ પટેલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. નરેશભાઈ અમારા વડીલ સમાન છે. તેણે અમને કહ્યું હતું કે, જે પણ કરો તે ઈમાનદારીથી કરજો, માતાજીની સાક્ષીએ કરજો, અમે તમારી સાથે છીએ. સમાજના હિતમાં જે પણ નિર્ણય કરવામાં આવશે તે સાથે રહીને કરીશું. જે કામ કરો છો તે સાચું કરો છો પાછા ન પડતા. પાટીદાર છો તમે લડજો માતાજીના આશીર્વાદ આપણી સાથે છે.