હાલ લગjસરાની મૌસમ પૂરબહારમાં ચાલી રહી છે. જેથી વિવિધ સ્થળોની પરંપરા અને તેની સાથે જોડાયેલા રોચક કિસ્સાઓ પણ ઉજાગર થઇ રહ્યા છે. જેમાં કોઇક સ્થળે વરરાજાનું સ્વાગત મીઠાઇ ખવડાવીને, તમાકુથી કરવામાં આવે છે. પરંતુ એક લગjસ્થળે વરરાજાના મ્હોંમાં સાસુ સિગારેટ મૂકી રહ્યા છે અને સસરા દિવાસળી પ્રગટાવી રહ્યાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેથી વરરાજા સાથે જાનનં સ્વાગત સિગારેટ પીવડાવીને કરવામાં આવી રહ્યાનું જોવા મળે છે.
બ્લોટર જૂહી પટેલે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરતા લખ્યું હતું કે, લગjમાં આ એક નવા પ્રકારનો રિવાજ જોવા મળ્યો છે. જેમાં સાસુ વરરાજાનું સ્વાગત મીઠાઇ, બીડી અને પાનથી કરી રહયા છે. જો કે આ રિવાજ વર્ષો અગાઉનો છે, જયારે બીડી પીવડાવીને સ્વાગત કરાતું હતું. પરંતુ હવેના સમયમાં બીડીનું સ્થાન સિગારેટે લીધું છે.વિડીયોમાં વરરાજા ખુરશી પર બેઠા છે અને તેમની સામે સાસુ-સસરા જોવા મળે છે. સાસુ વરરાજાના મ્હોંમાં સિગારેટ મૂકે છે અને સસરા દિવાસળી પ્રગટાવીને સિગારેટ સળગાવે છે. આ વાયરલ વિડીયોને ૪૧ લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.
આ વિડીયો અંગે અનેક લોકોએ કોમેન્ટ પણ કરી છે. જો કે કમેન્ટમાં જૂહીએ સાફ લખ્યું છે કે, આ રિવાજ વર્ષોજૂનો છે અને જે દક્ષિણ ગુજરાતના કેટલાક ગામોમાં હાલ નિભાવવામાં આવે છે. જો કે આ માત્ર રિવાજ પૂરતું હતું. ન તો વરરાજાએ સિગારેટ પીધી હતી અને ન તો સસરાએ દિવાસળી સળગાવી હતી. જો કે બિહારમાં પણ પાન અને સિગારેટ આપીને વરરાજાનું સ્વાગત કરવામાં આવે છે.