બજાજ ઓટોએ 2018ની રેન્જની પોતાની મોટરસાઈકલ રજૂ કરી છે જેમાં ડિસ્પ્લે સિવાય 2018 Discover 110 અને Discover 125ને લોન્ચ કર્યા. 2018માં આ તમામ મોડેલ્સ ઉપરાંત Bajaj Avengerની સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી. 2018 Bajaj Avenger Street 220ને જુના મોડલની સરખામણીમાં વધારે અપડેટ કરી માર્કેટમાં મુક્યું છે.આ નવા બાઈકની ફ્રન્ટમાં નવા હેડલેમ્પ અને રીઅરમાં ફેશ ટેલ લેમ્પ આપવામાં આવ્યો છે.
2018 Bajaj Avenger Street 220 અને Cruise 220માં ફુલ ડિજિટલ ઇન્સ્ટુમેન્ટ કલ્સ્ટર અને નવા ટેક્સચર વાળી સીટ અાપવામાં અાવી છે.અા સિવાય2018 Bajaj Dominar 400ની વાત કરીએ તો તે ત્રણ નવા કલર ઑપ્શનમાં મળે છે. નવા 2018 મોડેલમાં અલોય વ્હીલ્સ પર ગોલ્ડન કલર છે, તે મેટ રેડ, મેટ બ્લુ અને મેટ બ્લેક કલર ઑપ્શન માં મળે છે. મેકેનિકલ રીતે આ બાઈકમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Discover 110 અને Discover 125ની કિંમત 50,176 રૂપિયા અને 53,171 રૂપિયા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.