ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસના બહારથી ટેકા સાથે પ્રચાર કરી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતમાં ભાજપની ફરીવાર સરકાર બન્યા બાદ આંદોલનની રણનીતિ ઘડવા માટે 30 ડિસેમ્બરના રોજ બોટાદ ખાતે પાસની એક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં હાર્દિકના એક સમયના સાથીઓ બળવો કરવાની તૈયારીઓમાં હોવાની સંભાવના જોવામાં આવી રહી છે.
આ બેઠકમાં ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલની ગતીવિધીઓથી નારાજ પાસના નેતાઓ તોફાન મચાવવાની રણનીતી ઘડી રહ્યા છે.