વલસાડ માં લોકડાઉન ના ભંગ બદલ પોલીસ દ્વારા સંખ્યાબંધ મોટરસાઇકલ જપ્ત કરવામાં આવેલ હતા જે વાહનો છોડાવવા માટે લોકો એ હવે આરટીઓ સુધી જવું નહિ પડે અને સ્થાનિક પોલીસ મથકે થીજ મળી શકશે પોલીસ આવા વાહન માલિકો ને ફોન કરી બોલાવી જરૂરી પ્રોસેસ કરી વાહનો પરત કરી રહી છે
સોશ્યલ ડિસ્ટન્સ નું ધ્યાન રાખી લોકો કતાર માં વાહનો છોડાવવા પોલીસ મથકે પહોંચ્યા હતા.
જોકે ખાસ વાત એ કે જે વ્યક્તિ ને કોલ આવે તેજ વ્યક્તિ આવી જપ્ત ગાડી લેવા જઈ શકે છે તેનાથી ભીડ થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અનેઆરટીઓ ના નિયમ મુજબ દંડ લઈ ગાડી ઓ પરત આપવામાં આવી રહી છે.