કોરોનાકાળમાં સૌથી મોટી અસર પહોંચી હોય તો તે લગ્ન પ્રસંગોને છે. જેના થકી જોડાયેવા વ્યવસાયો હાલમાં મરણપથારીએ છે. સરકારે આ માટે મંજૂરીઓ તો આપી છે પણ કડક નિયમોને પગલે હાલમાં ઘણી સમસ્યાઓ સર્જાઈ રહી છે. વર્ષ પૂરું થવાને આડે હવે ગણતરીના મહિનાઓ વચ્ચે માત્ર 5 જ શુભમુહૂર્ત બચ્યાં છે. લગ્ન એ આપણો સૌથી મોટો તહેવાર છે. આ તહેવારની ઉજવણીમાં કોઈ કસર છોડવામાં આવતી નથી. બીજા કોઈ પણ પ્રસંગ કરતાં લગ્ન પ્રસંગનું મહત્વ અદકેરું છે. જેમના ઘરમાં લગ્ન પ્રસંગ આવે તેઓ નસીબદાર છે એવું મનાય છે. લગ્ન પ્રસંગે જે ખુશીનો માહોલ સર્જાય છે તે પરણનારા વર-કન્યાને તો જિંદગીભર યાદ રહે જ પણ તે લગ્નની વાતો લગ્ન પ્રસંગમાં સામેલ થતાં નાના-મોટા સૌની સ્મૃતિમાં પણ વર્ષોના વર્ષો સુધી જડાઈ રહે છે. ગીત-સંગીત અને ફટાણા લગ્ન પ્રસંગને ઓર મજેદાર બનાવે છે.
2020માં લગ્નના ઓછા મુહૂર્ત રહ્યા છે અને ઉપરથી કોરોનાએ તમામની કમર તોડી નાખી છે. લગ્નના કાર્યક્રમો સાથે જોડાયેલા પંડિત, રસોયા, બેંડબાજા,હોટલ, ધર્મશાળા, ટેન્ટ હાઉસવાળા, લાઇટિંગવાળા વગેરે તમામ વ્યવસાયવાળા આર્થિક સંકટમાં છે. આગામી દિવસોમાં લગ્નના બુકિંગ અત્યારથી શરૂ થઇ ગયા છે. આગામી દિવસોમાં ઓછા મૂહૂર્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સરકારની અનલોક-5ની ગાઈડલાઈન પણ આવી ગઈ છે. જેમાં મોટી છૂટછાટો અપાતાં હવે લગ્ન ઇન્ડસ્ટ્રીઝને ઉમ્મીદો વધી છે.વિશ્વભરના દરેક સમાજમાં પુરુષ અને સ્ત્રીના સહજીવનની શરુઆતની વિધિને લગ્ન ઓળખવામાં આવે છે. લગ્નપ્રથા આદિકાળથી ચાલતી આવી છે, જેમાં જ્ઞાતિમાં કે આંતરજ્ઞાતિય લગ્નો થાય છે. લગ્ન એ સમાજનું એક અંગ છે અને આધુનિક વિચારકો લગ્નને એક સંસ્થાન તરીકે ગણાવે છે.પંચાગની વાત કરીએ તો આગામી નવેમ્બર મહિનામાં 2 શુભ મુહૂર્ત છે. પહેલું મુહૂર્ત 25ના રોજ અને બીજું 30 નવેમ્બરના રોજ રહેશે. વર્ષના અંતિમ મહિના ડિસેમ્બરમાં ત્રણ મુહૂર્ત રહેશે જે 7, 9 અને 11 ડિસેમ્બરનાર રોજ રહેશે. આ મુજબ જોવા જઇએ તો વર્ષના બાકી દિવસોમાં ફક્ત 5 દિવસ જ લગ્નની શરણાઇ ગુંજશે. આગામી લગ્ન યોગ માટે યુવક-યુવતિઓને એપ્રિલ સુધી લાંબી રાહ જોવી પડશે. હિંદુ પરંપરા મુજબ લગ્નને વિવાહ સંસ્કાર કહેવામાં આવે છે, જે વ્યક્તિને એના જીવનમાં આપવામાં આવતા સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર છે.
૨૦૨૧ના ૧૨ પૈકી ૮ મહિનામાં ૫૧ શુભમુહૂર્ત
- જાન્યુઆરી તા.૧૮,
- ફેબ્રુઆરી- તા.૧૫, ૧૬,
- એપ્રિલ- તા.૨૨, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦,
- મે-૧,૨,૭,૮,૯,૧૩,૧૪, ૨૧, ૨૨,૨૩,૨૪,૨૬,૨૮,૨૯,૩૦,
- જુન- ૩,૪, ૫, ૨૦, ૨૩,૨૪
- જુલાઇ-૧, ૨, ૭, ૧૩, ૧૫,
- નવેમ્બર-૧૫, ૧૬, ૨૦, ૨૧, ૨૮, ૨૯, ૩૦,
- ડિસેમ્બર- ૧, ૨, ૩, ૭, ૧૧, ૧૩