ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. બીજા તબક્કામામં કુલ 93 સીટો પર 14 જીલ્લાના લોકોએ મતદાન કર્યુ મોટા ભાગના મતદાન મથકો પર EVM સીલ કરવાની કામગીરી શરૂ થઇ ગઇ છે.
– પ્રથમ તબક્કાનું મતદાન 9 ડિસેમ્બરના રોજ 89 બેઠકો માટે પણ મતદાન થયુ હતું. ગુજરાતની 182 બેઠકનું મતદાન શાંતિ પૂર્ણ રીતે સમાપ્ત થયું જેનું પરિણામ 18 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
– બીજા તબક્કામાં સરેરાશ 66 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે અમદાવાદમાં 62 ટકા મતદાન થયુ, બનાસકાંઠામાં 70 ટકા મતદાન, પાટણમાંં 65 ટકા, મહેસાણામાં 66 ટકા જ્યારે સૌથી ઓછું મતદાન 46 ટકા ગાંધીનગરમાં થયુ છે.