દેશની જાણીતી બાઈક રોયલ એનફિલ્ડ (Royal Enfield) જેમ રોડ પર દોડે છે, એ જ રીતે આ કંપનીના શેરોએ બજારમાં તેજી પકડી છે. તમને જણાવી દઈએ કે રોયલ એનફિલ્ડના ટ્રેડમાર્કનું ટ્રેડમાર્કનું લાયસન્સ રાખતી કંપની આઈશર મોટર્સે (Eicher Motors) તેના રોકાણકારોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે.
જુઓ શેરે કેવી રીતે પકડી રફતારછેલ્લા કેટલાક વર્ષોમાં આઇશર મોટર્સ (Eicher Motors)ના શેર 2 રૂપિયાથી વધીને સીધા 3000 રૂપિયા થયા છે. કંપનીના શેરોએ રોકાણકારોને 150000 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. આઇશર મોટર્સના શેરની 52 સપ્તાહનું હાઈ લેવલ 3512.75 રૂપિયા છે. તે જ સમયે કંપનીના શેરનું 52-સપ્તાહનું લો લેવલ 2110 રૂપિયા છે.
બાઇકના શેર બન્યા રોકેટતમને જણાવી દઈએ કે 24 ઓક્ટોબર, 2001ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર આઈશર મોટર્સ (Eicher Motors)ના શેરની કિંમત 2.10 રૂપિયા હતી. 2 સપ્ટેમ્બર, 2022ના રોજ BSE પર કંપનીના શેર રૂ. 3421.75 પર બંધ થયા હતા. કંપનીના શેરોએ આ સમયગાળામાં 150000 ટકાથી વધુ વળતર આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 24 ઓક્ટોબર 2001ના રોજ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને તેનું રોકાણ જાળવી રાખ્યું હોત તો આજે તેને 16.29 કરોડ રૂપિયા મળ્યા હોત.
211 રૂપિયાથી 3400ની પાર પહોંચ્યો શેરઆઇશર મોટર્સ (Eicher Motors) ના શેરે છેલ્લા 10 વર્ષમાં જબરદસ્ત સ્પીડ પકડી છે. 31 ઓગસ્ટ 2012ના રોજ કંપનીના શેર 211.16 રૂપિયાના લેવલ પર હતા. જ્યારે 2 સપ્ટેમ્બર 2022ના રોજ BSE માં 3421.75 રૂપિયાના સ્તરે બંધ થયો છે. જો કોઈ વ્યક્તિએ 10 વર્ષ પહેલા કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની પાસે 16.20 લાખ રૂપિયાના શેર હશે. છેલ્લા 28 મહિનામાં આઈશર મોટર્સ (Eicher Motors)નો શેર 1266.70 રૂપિયાથી વધીને 3421.75 રૂપિયા થયો છે.