આજના આ સમયમાં અનેક લોકો બીપીની સમસ્યાથી હેરાન થતા હોય છે. ઘણાં લોકોને બીપી હાઇ રહે છે તો ઘણાં લોકોને લો રહે છે. આ બીમારીને સાઇલન્ટ કિલર કહેવામાં આવે છે. આનું કોઇ વિશેષ લક્ષણ હોતુ નથી. બીપીને કારણે શરીરમાં અનેક નાની-મોટી તકલીફો થતી હોય છે. એક અહેવાલ અનુસાર દર 4માંથી 1 વ્યક્તિ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત છે.
સામાન્ય રીતે શરીરનું બ્લડ પ્રેશર તમારી દિવસભરની ગતિવિધીઓ અનુસાર બદલાતુ રહે છે, પરંતુ આનાથી કોઇ મુશ્કેલી થતી નથી. આ નોર્મલ રેન્જની અંદર જ વઘઘટ થાય છે. પરંતુ જ્યારે કોઇ વ્યક્તિનું બ્લડ પ્રેશર 140/90 mm/hg થી ઉપર જાય છે ત્યારે એને હાઇપરટેન્શન કહેવામાં આવે છે.
બીપીની સમસ્યામાં સામાન્ય લક્ષણોમાં માથુ દુખતુ હોય છે. પરંતુ કેટલાક લક્ષણો એવા હોય છે જેનો તમને ખ્યાલ હોવો જોઇએ. વિશેષ રૂપથી અનહેલ્ધી લાઇફસ્ટાઇલ કે હાઇ બીપી ફેમિલી હિસ્ટ્રી સાથે જોડાયેલી હોય છે. હાઇ બ્લડ પ્રેશરને કારણે તમારા હાર્ટને પહેલા કરતા વધારે મહેનતની જરૂર પડે છે. લાંબા સમય સુધી અતિરિક્ત પ્રયાસ તમારા હાર્ટની માંસપેશિઓને મોટી બનાવી શકે છે. આ કારણે તમને શરીરમાં અનેક જગ્યાએ સોજો પણ આવે છે. આ માટે તમને જ્યારે સતત માથુ દુખ્યા કરે છે અને તમે થાક અનુભવો છો તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. આમ, તમે જ્યારે પણ ડોક્ટરને બતાવા જાવો ત્યારે તમારી જે તકલીફ છે એ ડોક્ટર સાથે ખુલ્લા મને શેર કરો જેથી કરીને ડોક્ટરને તમારી તકલીફની જાણ થાય અને દવા કઇ આપવી એ ખ્યાલ રહે.
બીપીની સમસ્યાને કારણે ઘણાં લોકોને વારંવાર બાથરૂમ પણ જવુ પડતુ હોય છે. એક અધ્યયન અનુસાર રાત્રે પેશાબ કરવા ઉઠવુ એ ઉચ્ચ રક્તચાપ થવાની 40 ટકા વધારે સંભાવના સાથે જોયાયેલ હતા. તમારું બીપી હાઇ રહે છે તો તમે ખાવામાં મીઠાનો ઉપયોગ ઓછી કરી દો. આ સાથે જ તમે ધુમ્રપાન કરો છો તો એ પણ બંધ કરી દેજો.