ભારતીય ચૂંટણી પંચ (ECI) ગુરુવારે બપોરે 3 વાગ્યે ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 25 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને મોટી જાહેરાત થવા જઈ રહી છે. અહેવાલ છે કે ભારતીય ચૂંટણી પંચ ગુરુવારે બપોરે 3 વાગ્યે ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 25 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. 2017 માં, 17 જુલાઈના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેના ત્રણ દિવસ પછી 20 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.
ભારતીય બંધારણના અનુચ્છેદ 62 મુજબ, આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી વર્તમાન કાર્યકાળની સમાપ્તિ પહેલા થવી જોઈએ. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી ઈલેક્ટોરલ કોલેજ દ્વારા કરવામાં આવે છે, જેમાં લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો હોય છે. આ બે ગૃહોના નામાંકિત સભ્યો આ ચૂંટણીનો ભાગ નથી.